Posts

Showing posts from April, 2018

એક સલામ હાસ્યને નામ!

Image
બ્લેક એન્ડ વાઇટ દ્રશ્યો છતાં જેમનો અભિનય આજે પણ આપણને જકડી રાખે બટકી મુકો, કોશ્ચ્યુમ અને અભિનય આજે પણ આપણને પેટ પકડીને હસાવે, આખી દુનિયાને પોતાના દુ : ખથી હસાવતા ચાર્લી ચેપ્લીનનો જન્મ ૧૮૬૯ની ૧૬મી એપ્રિલે, સાઉથ લંડનમાં થયો હતો.   કહેવાય છે ને મોરના ઇંડા ચિતરવા ના પડે. અભિનેતા પિતા અને તે સમયના જાણિતા ગાયિક માતાના કલા વારસાએ ચાર્લીને સફળતા અપાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે એવું કહીએ તો જરા પણ ખોટું નથી. પિતાનું મૃત્યુ થયું ત્યારે ચાર્લીની ઉંમર નાની હતી. આથી ચાર્લી એ 12 વર્ષની ઉંમરથી સ્ટેજ શો શરુ કર્યા હતાં . સારા નરસા દિવસોથી વચ્ચે વોડેવિલ નામના નાટકથી તેમની કોમેડિયન તરીકેની કારકિર્દીની શરૂઆત થઇ . તે સમયના લોકોએ તેમના આ અવતારને આવકાર્યો પણ ખરો. પોતાની આ કોમેડી વિશે ચાર્લી કહેતા કે “ My pain may be the reason for somebody’s laugh. But my laugh must never be the reason for somebody’s pain.”   વર્ષ 1913 માં ચાર્લીએ મેક સેનેટ એન્ડ કિસ્ટોન કંપની સાથે કરાર કરી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો . એ સમયે ચાર્લીને એક અઠવાડીયાનું 150 ડોલર જે...