એક સલામ હાસ્યને નામ!
બ્લેક એન્ડ વાઇટ દ્રશ્યો છતાં જેમનો અભિનય આજે પણ આપણને જકડી રાખે બટકી મુકો, કોશ્ચ્યુમ અને અભિનય આજે પણ આપણને
પેટ પકડીને હસાવે, આખી દુનિયાને પોતાના દુ:ખથી હસાવતા
ચાર્લી ચેપ્લીનનો જન્મ ૧૮૬૯ની ૧૬મી એપ્રિલે, સાઉથ લંડનમાં થયો હતો.
કહેવાય છે ને
મોરના ઇંડા ચિતરવા ના પડે. અભિનેતા પિતા અને તે સમયના જાણિતા ગાયિક માતાના કલા
વારસાએ ચાર્લીને સફળતા અપાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે એવું કહીએ તો જરા પણ ખોટું નથી. પિતાનું મૃત્યુ થયું
ત્યારે ચાર્લીની ઉંમર નાની હતી. આથી ચાર્લીએ
12 વર્ષની ઉંમરથી સ્ટેજ શો શરુ કર્યા હતાં. સારા નરસા દિવસોથી વચ્ચે વોડેવિલ નામના નાટકથી તેમની કોમેડિયન તરીકેની કારકિર્દીની શરૂઆત
થઇ. તે સમયના
લોકોએ તેમના આ અવતારને આવકાર્યો પણ ખરો. પોતાની આ કોમેડી વિશે ચાર્લી કહેતા કે “My
pain may be the reason for somebody’s laugh. But my laugh must never be the
reason for somebody’s pain.”
વર્ષ
1913માં ચાર્લીએ મેક સેનેટ એન્ડ કિસ્ટોન કંપની સાથે કરાર કરી ફિલ્મોમાં અભિનય
શરૂ કર્યો. એ સમયે ચાર્લીને એક અઠવાડીયાનું
150 ડોલર જેટલું મહેનતાણું મળતું.
ફિલ્મોએ
ચાર્લીને વિશાળ દર્શકો સુધી પહોંચાડ્યા. મુક ફિલ્મોમાં કોઇ પણ
ઓછા પ્રકારના સંવાદો વગર માત્રને માત્ર પોતાના નિર્દોષ અભિનયથી ચલચિત્રને રસપ્રદ
બનાવનાર ચાર્લી ચેપ્લિન વિશ્વના મહાન અભિનેતા હતા. પોતાની વિચિત્ર ચાલ, જુદો
દેખાવ, ઉલટી સીધી હરકતો. ગમે ત્યાં અથડાય છે અને અથડાયા પછી પણ એવી રીતે ઊભો
થાય છે કે જાણે કશું થયું જ નથી. એક કામ કરે તો પાંચ કામ
બગાડે. આ બધી જ વાતો આટલા વર્ષો પછી પણ આપણેને પેટ પકડીને હસાવવા માટે પુરતા છે.
તેઓ કહેતા કે Laughter
is the tonic, the relif, the surcease for pain.
1917માં કંપનીએ કરાર પૂર્ણ કરતાં ચાર્લીએ પોતે પ્રોડ્યુસર બન્યા અને પોતાની મુક્તતાથી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.
તેમણે સીટી લાઇટ,
ધ સર્કસ અને લાઇમ લાઇટ જેવી બેનમૂન ફિલ્મો આપણને આપી છે.
ચાર્લી દુનિયાને એક કરીને ચાલવામાં માનતા. તેમની ધ કિડ, ધ ગોલ્ડરશ, સીટી લાઈટ્સ અને મોડર્ન ટાઈમ્સ જેવી મહાન કલાસિક ફિલ્મોને આજે પણ કોઇ
રિપ્લેસ કરી શકે તેમ નથી. આ ફિલ્મોના નિર્માણ સાથે ચાર્લીએ તત્કાલિન ચલચિત્ર જગતના એક એવો બેતાજ બાદશાહ બન્યા
કે ખુદ બ્રિટનની સરકારે ‘ઈંગ્લેન્ડ નાઈટ’ એટલે કે સરનો ઇલ્કાબ આપીને
બહુમાન કર્યું હતું. ચાર્લી ચેપ્લિનના અભિનયમાં માત્ર હાસ્ય જ નહીં, હાસ્યની સાથે સાથે
સંવેદનશીલતા, વિચાર, કટાક્ષ તથા
ક્રૂર વ્યવસ્થાની મજાક ઉડાવવાનું જોવા મળતું. તેઓ કોઇ ધર્મ, રંગ, જાતિય ભેદભાવોના વિરોધી
હતા, તેઓ માણસાઇને મહત્વ આપતાં. તેમની ફિલ્મ પહેલી બોલતી
ફિલ્મ The Great Dictatorના આ સંવાદો
હૃદયસ્પર્શી ખરા.
તેમના જેવો અભિયન કરીને ઘણા લોકોએ સફળતા મળેવી પણ તેમની
કક્ષાએ આજ સુધી કોઇ પહોંચી શક્યું નથી. દરેક માણસની જેમ કદાચ ચાર્લી ચેપ્લિનની
કેટલીક નબળાઇઓ હશે પણ
વ્યક્તિ તરીકે
તેમની મહેનતને હમેંશા સલામ...
Comments
Post a Comment