Love you Dad





આજે ફાધર્સ ડે,
પપ્પા માટેનો ખાસ કઇંક કરવાનો દિવસ
ગિફ્ટ્સ અને સેલ્ફી તો બધાની કોમન હશે,
પણ મારે તો કરવું છે કઇંક સ્પેશિયલ.
ઘણી ઘટનાઓ જે તમારા વગર અધૂરી,
કાગળ અને પેન લીધા, થયું લાવ એને લઉં ટપકાવી ( પેન પણ પપ્પાની )
આ સુંદર દુનિયા મળી થેંક્યુ...
તમારી રાતોના ઉજાગરા માટે થેંક્યુ...
મારી દરેક જીદ માનવા માટે થેંક્યુ...
રોજના એ 200 હિંચકા માટે થેંક્યુ...
મારા દરેક ચકલ માટે થેંક્યુ...
પીલો ફાઇટ્સ અને ક્રિકેટ માટે થેંક્યુ...
તમારી સાઇકલની અમેઝિંગ રાઇડ્સ માટે થેંક્યુ...
ધોધમાર વરસાદમાં નવા સ્કુટરની રાઇડ માટે થેંક્યુ...
મારી ઉલટી સીધી હરકતો પર ગુસ્સે નહીં થવા માટે થેંક્યુ...
તમારા શોખ પર કાતર ફેરવવા માટે થેંક્યુ...
મારા માટે વેઠેલા તડકા થેંક્યુ...
સારા અને નરસાનો ભેદ સમજાવવા માટે થેંક્યુ...
વાસ્તવિકતાનો અનુભવ કરાવવા માટે થેંક્યુ...
દુનિયાની ભીડમાં મારો હાથ નહીં છોડવા માટે થેંક્યુ...
પેન અટકી, મગજમાં આવ્યો એક વિચાર
આ થેંક્યુ શબ્દ તમારા માટે નાનો તો નથી ને ?





Comments

Popular posts from this blog

એક સલામ હાસ્યને નામ!

Ahmedabad, a world heritage city is now 611 years old

વાદળને કહી દો