વાદળને કહી દો
હમણાં અમુક વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો અને અમુક વિસ્તાર આકાશ જોતા જ રહ્યાં. ત્યારે વાદળને મીઠી ફરીયાદ કરવાની ઇચ્છા થઇ. એ જ વિષય પર મારી એક કવિતા.
વાદળને કહી દો એક મિટર મુકી દે,
જ્યાં ત્યાં વરસીને ના પ્રોબ્લેમમાં મુકી દે
હેત ભરીને વરસે ત્યાં પૂર લાવી દે ,
રિસાય જ્યાંથી ત્યાં આંખોમાં નીર લાવી દે,
કહી દો એ વાદળને, આ ઓરમાયું વર્તન બંધ કરી દે.
વાદળને કહી દો..
જ્યાં વરસે છે તું, ત્યાં જો જે શું કિંમત છે
તારી,
શું તારા હેતનો એ છે ખરા હકદારી,
એક વાર તારા પ્રેમનો પણ હિસાબ માંગી લે
વાદળને
કહી દો..
કોંક્રીટના જંગલોમાં ક્યાં છે જગ્યા તારી,
એક વાર શું વરસ્યો બધે ગટરો જ ઉભરાતી,
ઇમારતોમાં અથડાવાનું હવે તો ઓછું કરી દે...
વાદળને કહી દો...
Comments
Post a Comment